ALUMNI
પૂર્વ તાલીમાર્થી મંડળનો પરિચય
સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશનના પૂર્વ તાલીમાર્થી મંડળ માં સૌ પૂર્વ તાલીમાર્થીઓનું સ્વાગત છે. આપણી આ કોલેજે આપણા વ્યક્તિત્વ અને કારકિર્દીને નવો ઓપ આપવા અથાગ પ્રયત્નો કર્યા તેમજ નવીનીકરણ અને ફળદાયી શિક્ષણ દ્વારા આપણને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બનાવ્યા . કોલેજ દ્વારા કરાયેલ અમૂલ્ય પ્રયત્નોનું ઋણ ચૂકવવા અને આપણા પૂર્વ સહતાલીમાર્થીઓને મદદ કરવા તેમ જ સંસ્થા સાથે જોડાયેલ રહેવા માટેનું એક અનોખું માધ્યમ એટલે આપણું આ પૂર્વ તાલીમાર્થી મંડળ . કોલેજના પૂર્વ તાલીમાર્થીઓ માટે અને પૂર્વ તાલીમાર્થીઓ દ્વારા ચાલતું આ મંડળ પૂર્વ તાલીમાર્થીઓના વ્યક્તિત્ત્વના વિકાસ , વ્યવસાયિક ગુણવત્તામાં વૃદ્ધિ, શિક્ષણ અંગેના નૂતન પ્રવાહથી વાકેફ રહેવા , વ્યવસાયલક્ષી પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નો કરવા,જૂના અને નવા તાલીમાર્થીઓ એકબીજાથી પરિચિત થાય,પ્રતિભા સંપન્ન પૂર્વ તાલીમાર્થીઓનું સન્માન કરવાં અને પૂર્વ તાલીમાર્થીઓને વ્યાવસાયિક તકોની માહિતી અને માર્ગદર્શન પૂરૂ પાડવાં ના ઉદ્દેશ થી કાર્યરત છે. આપણી કોલેજની એક ગરિમા પૂર્ણ પ્રણાલી રહી છે કે પૂર્વ તાલીમાર્થી મંડળના સભ્યો હંમેશા કોલેજમાં વિવિધ પ્રકારે ફાળો આપે છે , પોતાના અનુભવ રજૂ કરે છે અને વર્તમાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે.
- વિવિધ તજજ્ઞો દ્વારા વ્યવસાયિક માર્ગદર્શનને ધ્યાનમાં રાખી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી એવા શૈક્ષણિક વ્યાખ્યાન ગોઠવવા.
- ઉચ્ચસિદ્ધિ પ્રાપ્તકરનાર પૂર્વતાલીમાર્થીઓનું સન્માનકરવું.
- શિક્ષણક્ષેત્રે કાયમી નોકરી મેળવનાર પૂર્વતાલીમાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડવું.
- પૂર્વ તાલીમાર્થીઓ તથા વર્તમાન તાલીમાર્થીઓ સાથેના મિલનકાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓ યોજવી.
- પૂર્વ તાલીમાર્થીઓ વર્તમાન પ્રવાહોથી વાકેફ બને તે બાબતને ધ્યાનમાં રાખી શૈક્ષણિક સેમિનારોનું આયોજનકરવું.
- વિવિધ વિષયોના વિષયવસ્તુ અને અધ્યાપનપદ્ધતિઓ માટે ઓપન વર્ગોનું આયોજન અને સંચાલન કરવું.
- પૂર્વ તાલીમાર્થીઓ માટે વ્યવસાયિક માર્ગદર્શન કાર્યક્રમો ગોઠવવા.
- પૂર્વ તાલીમાર્થીઓને ઉપલબ્ધ વ્યવસાયિક તકો અંગે માહિતીપૂરી પાડવી
- પૂર્વ તાલીમાર્થીઓનું વાર્ષિકસંમેલન ગોઠવવું.
- પૂર્વ તાલીમાર્થીઓનું માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું તેમજ સંગીત કલા જેવા કાર્યક્રમો આયોજન કરવું.
