SPIRITUAL DEVELOPMENT PROGRAM
આધ્યાત્મિક વિકાસ કાર્યક્રમ
YEAR 2023-24
આજના આધુનિક યુગમાં શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક તથા નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તે જરૂરી બને છે. તે અંતર્ગત કોલેજ દ્વારા તાલીમાર્થીઓને શૈક્ષણિક તાલીમની સાથે સાથે જીવન ઘડતર થાય માટે વિવિધ મુલ્યલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. તાલીમાર્થીઓમાં જીવનના ઉદાત્ત મૂલ્યોનો વિકાસ થાય તથા જીવનમાં આધ્યાત્મિક તથાનૈતિક મૂલ્યોના વિકાસ માટે વિવિધ આધ્યાત્મિક શિબિર તથા વ્યાખ્યાન મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ આયોજનના ભાગરૂપે તારીખ 18-08-2023 ના રોજ તાલીમાર્થીઓના જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોના વિકાસ માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી બ્રહ્માકુમારી સંગીતાબેને આધ્યાત્મિક જીવન અને શાંતિ માટેનું શિક્ષણ ઉપર પોતાના વિચારો રજુ કર્યા તથા આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને આધ્યાત્મિક અનુભૂતિ માટેની વિવિધ ધ્યાન પ્રેરક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી.